એક સ્માર્ટફોનમાં ચાલશે 3 નંબર! એન્ડ્રોઈડમાં આવી રહ્યું છે શાનદાર ફીચર
આજના સમયમાં લગભગ દરેક સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સર્વિસ આપવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમે તમારા સ્માર્ટફોનમાં એક સાથે 2 ફોન નંબરનો ઉપયોગ કરી શકો છો. જો કે તમને એ જાણીને ખૂબ આનંદ થશે કે ટૂંક સમયમાં તમે તમારા સ્માર્ટફોન પર એક સમયે 3 ફોન નંબરનો ઉપયોગ કરી શકશો.
નવી દિલ્લીઃ આજના સમયમાં લગભગ દરેક સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સર્વિસ આપવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમે તમારા સ્માર્ટફોનમાં એક સાથે 2 ફોન નંબરનો ઉપયોગ કરી શકો છો. જો કે તમને એ જાણીને ખૂબ આનંદ થશે કે ટૂંક સમયમાં તમે તમારા સ્માર્ટફોન પર એક સમયે 3 ફોન નંબરનો ઉપયોગ કરી શકશો. આ થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા અપનાવવામાં આવેલી કોઈ ટ્રીક નથી પરંતુ એક વિશેષતા છે જે સત્તાવાર રીતે રિલીઝ થઈ શકે છે. આવો જાણીએ સમગ્ર માહિતી.
આ શાનદાર ફીચર એન્ડ્રોઈડ અપડેટમાં આવશે-
આવા ઘણા અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે એપલ, સેમસંગ અને ગૂગલ જેવી કંપનીઓ તેમના સ્માર્ટફોનમાંથી ફિઝિકલ સિમ સ્લોટને જલ્દીથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે અને ઈ-સિમ પર શિફ્ટ કરી શકે. આ અહેવાલની અત્યારે પુષ્ટિ થઈ નથી, ત્યારે એન્ડ્રોઈડ એક નવા સોફ્ટવેર અપડેટ સાથે આવી રહ્યું છે જેમાં મલ્ટીપલ એનેબલ પ્રોફાઈલ (MEP) નામની ફીચર જાહેર કરવામાં આવી શકે. આ ફીચરની મદદથી તમે એક સ્માર્ટફોન પર 3 નંબરનો ઉપયોગ કરી શકશો.
સ્માર્ટફોનમાં 3 નંબર ચાલશે-
એક રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ અપડેટ, મલ્ટીપલ એનેબલ પ્રોફાઇલ (MEP) ફીચર એન્ડ્રોઈડ 13માં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર રિલીઝ થયા પછી, તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર સમાન MEPમાં બે અલગ-અલગ ટેલિકોમ કંપનીઓના સિમ કાર્ડનો ઉપયોગ કરી શકશો. આનો અર્થ એ છે કે તમારી પાસે ફિઝિકલ સિમ માટે ફોનમાં એક સ્લોટ અને ઈ-સિમ માટે બે સ્લોટ હશે. કુલ મળીને, તમે એક સ્માર્ટફોનમાં 3 નંબરનો ઉપયોગ કરી શકશો.
E-SIM કેવી રીતે કામ કરે છે-
જો તમે વિચારી રહ્યા હોવ કે ઈ-સિમ શું છે અને તે કેવી રીતે કામ કરે છે, તો અમે તમને જણાવી દઈએ કે આ એક એવું મોડલ છે જે કોઈપણ સ્માર્ટફોન પર કામ કરે છે. ઈ-સિમ એ સિમ આધારિત સોફ્ટવેર છે જે વર્ચ્યુઅલ રીતે કામ કરે છે. તમારે તેને તમારા સ્માર્ટફોનમાં ફિઝિકલી લગાવવાની જરૂર નથી.
એન્ડ્રોઈડના લેટેસ્ટ અપડેટમાં આવનાર આ MEP ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે હજુ થોડા મહિના રાહ જોવી પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Android 13 અપડેટ આ વર્ષે જુલાઈમાં રિલીઝ થઈ શકે છે.